e પગથાર

સર્જન યુવક સંઘનું ખાસ કરીને સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનોને સાંકળતું મુખપત્ર

Archive for the ‘ઘોષણા – જાહેરાત’ Category

Revised Schedule of Sarjan – Pagthar tour

Posted by pagthar on એપ્રિલ 18, 2017

To see revised Schedule of Sarjan- Pagthar tour of Bhutan, Bengal and Orissa double click here

સર્જન – પગથાર આયોજીત ભૂતાન, બં ગાલ અને ઓરિસ્સાના પ્રવાસ માહિ તી પત્રક માટે અહી ડબલ કલીક કરો.

Advertisements

Posted in ઘોષણા - જાહેરાત, પગથાર - અંક વર્ષ 2017 | Leave a Comment »

Pagthar AGM 2014 Notice

Posted by pagthar on ઓક્ટોબર 7, 2014

પગથાર AGM 2014   NOTICE <<< ———  જોવાં અહીં ડબલ ક્લીક કરશો .

Posted in ઘોષણા - જાહેરાત, પગથાર - અંક વર્ષ 2014 | Leave a Comment »

રક્તદાન શિબિર 2/1/2011 – ક્ષણચિત્રો

Posted by pagthar on જાન્યુઆરી 15, 2011

સ્નેહી સ્વજનો,

શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રહ્મોદય સમાજ ટ્રસ્ટના સપ્તર્ષિ પરિવાર અને ભારતિય જનતા પાર્ટી – દહિસર વિધાનસભા શાખાના સંયુક્ત ઉપક્રમે, તારીખ 2/1/2011 ના રોજ જ્ઞાતિના ગંગાબેન જપી હોલ બોરીવલી મુંબઇ મુકામે યોજાયેલ, ભવ્ય રક્તદાન શિબિર સમારોહ, ખૂબ સફળતા પૂર્વક પાર પડ્યો.

સમારંભની શરૂઆત, દક્ષેશભાઇ ઠાકરના મંત્રોચ્ચારથી થઇ. દિપ પ્રાગટ્ય સપ્તર્ષિ પરિવારના સુમનભાઇ ઠાકર, ભાજપના ચંદ્રકાત રાવલ, નેત્રતજ્ઞ ડો. પારૂલ શાહ અને સિનિયર ફેમિલિ ફીજીશિયન ડો. જગદીપ ઉપાધ્યાય અને અન્ય મહાનુભાવોના હસ્તે થયું. શિબિરનું ઉદઘાટન બોરીવલી વિધાનસભાના પ્રતિનિધિ, લોકલાડિલા, ગોપાલ શેટ્ટી અને ડો. જગદીપ ઉપાધ્યાયે વિધિવત રીબીન કાપીને કર્યું. પ્રબોધન ઠાકરે બ્લડબેંકના સહકારથી આ ભવ્ય શિબિરમાં 108 બોટલ રક્ત એકઠું થયું. પ્રત્યેક દાતાને સંભારણું અપાયું હતું.

આ સમારંભના ક્ષણચિત્રોનું આલ્બમ નીચેના ફોટા પર ડબલ ક્લિક કરવાથી જોવાં મળશે.

Posted in ઘોષણા - જાહેરાત | 1 Comment »

ભવ્ય રક્તદાન શિબીર 2 જાન્યુઆરી 2011

Posted by pagthar on ડિસેમ્બર 31, 2010

શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રહ્મોદય સમાજ જ્ઞાતિના, (1) શ્રી વિનોદ કૃપાશંકર ભટ્ટ (2) શ્રી ગજાનન પાઠક (3) શ્રી સુમન ચુનીલાલ ઠાકર (4) સ્વ શ્રી રમણિકલાલ જે. પાઠક (5) સ્વ. ઇન્દ્રવદન વ્યાસ (6) શ્રી સૂર્યકાંત પ્ર. પંડ્યા (7) શ્રી ચંદ્રકાંત દે. જોષી – સાત પરિવારનું સમૂહ એટલે સપ્તર્ષિ સમૂહ.

શ્રીમતી હેમાબેન દક્ષેશ ઠાકર અને જયેશ રમણિકલાલ પંડ્યાને સપ્તર્ષિ પરિવારના સદ્ ગત (1) આનંદીબેન પંડ્યા (2) ઇન્દ્રવદન વ્યાસ (3) કુસુમબેન પાઠક (4) રમણિકલાલ પંડ્યા અને (5) જશુમતી ઠાકરની સ્મૃતિમાં લોકોપયોગી અને સેવાનું કાર્ય કરવાની સ્ફૂરણા થઇ અને એ માટે એમને રક્તદાન શિબિર યોજવાનો ઉમદા વિચાર ઉદભવ્યો. આમાં ભારતિય જનતા પાર્ટી, વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય સેવાભાવી સંસ્થા અને સેવકો અને સમાજ શ્રેષ્ઠીઓ, તબિબો,પ્રબોધન બ્લડ બેંકનો હ્રદયપૂર્વક સાથ મળ્યો.

2011નાં નવવર્ષની શરૂઆતમાં આપ સહુને આ સેવાયજ્ઞમાં સહભાગી થવા સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. વિપુલ પ્રમાણમાં રક્ત ભેગું થાય એ પ્રયાસમાં આપ સહુ સહાયભૂત થશો અને એ રીતે આ કાર્યક્રમ જરૂર સફળ કરશો . સ્થળ ૰ ગંગાબેન જપી હોલૢ રોકડીયા લેન બોરીવલી મુંબ ઇ . તારીખ 2/1/2011 સવારે 8 થી બપોરે 2

Posted in ઘોષણા - જાહેરાત | Leave a Comment »