e પગથાર

સર્જન યુવક સંઘનું ખાસ કરીને સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનોને સાંકળતું મુખપત્ર

પગથાર અને સર્જન યુવક સંઘ વિશે..


* ગુજરાતી ત્રિમાસિક પગથારનો માર્ચ 1969માં પ્રારંભ થયો. ત્યાર બાદ પ્રેસ રજીસ્ટ્રાર પાસે રજીસ્ટર્ડ થયું. એપ્રિલ 1986થી પગથારનું ત્રિમાસિકમાંથી માસિકમાં રૂપાંતર થયું, પોસ્ટલ લાયસંસ મેળવ્યું અને ત્યારથી એકધારું નિયમિત પ્રગટ થતું રહ્યું છે.

* શ્રી સર્જન યુવક સંઘંની માર્ચ 1972માં સ્થાપના થઇ અને ત્યારથી તેના મુખપત્ર તરીકે પગથાર પ્રગટ થાય છે. માર્ચ 1972માં સંસ્થામાં 32 સભાસદો હતાં. સંસ્થા સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ અને મુંબ ઇ પબ્લીક ટ્રસ્ટ એક્ટ એઠળ રજીસ્ટર્ડ છે. PAN કાર્ડ પણ મેળવાયું છે અને ઇન્કમ ટેક્ષ એક્ટના સેક્શન 80 G   અન્વયે સંસ્થાને અપાતું દાન દાતાને ઇન્કમ ટેક્ષમાં મજરે મળે છે.

* સન 1973 થી 1975 પ્રતિવર્ષ નૂતનવર્ષના સ્નેહસંમેલનો મુંબઇમાં યોજાયાં. એ પછી સન 1976માં મુંબઇ અને હિંમતનગરમાં અને સન 1980 થી 1983 પ્રતિવર્ષ અમદાવાદમાં સ્નેહસંમેલનો યોજાયાં.

* ભંડોળ અને પ્રવૃતિઓના વિકાસાર્થે મુંબઇમાં સન 1973-74માં “માયા ને મમતા” સન 1978માં “જીગર અને અમી.” સન 1982માં “ખેલૈયા”, સન 1990માં “મહારથી”ના નાટ્યપ્રયોગ અને સન 2005માં દેવીયાગ-નવચંડીનો સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્ર્મ યોજ્યાં.

* સસ્તા દરથી નોટબુકોના વિતરણનો મે 1973માં પ્રારંભ કર્યો.

* વિવિધ શૈક્ષણિક પારિતોષિકો આપવાનો સન 1973-74માં પ્રારંભ કર્યો સાથે સાથે શિષ્યવૃત્તિઓ આપવાની અને બુકબેંકની સગવડ પણ કરી.

* શૈક્ષણિક યાત્રાઓ-પર્યટનોનો પ્રારંભ સન 1976માં થયો અને વિવિધ વર્ષે વિહારલેક, અક્સાબીચ, નીર્મળ (નાલાસોપારા), લોનાવલા, શક્તિ એસ્ટેટ (થાણે), વજ્રેશ્વરી, માથેરાન, ગ્રીન આર્ચ (વસઇ), કેશવસૃષ્ટિ (ભાયંદર), શિવમંદિર દર્શનયાત્રા, ઓમકારેશ્વર-મહાકાલેશ્વર જેવાં વિવિધ સ્થળે મુલાકાત લીધી.

* જરૂરિયાતવાળાં કુટુંબોમાં ફરજ સ્વરૂપે જનક્લ્યાણ યોજનાનો સન 1975માં આરંભ અને એ પછી આજે જરૂરિયાતવાળા કુટુંબોમાં શિવણયંત્રો – અંબરચરખાં લોનથી પણ અપાયાં છે.

* અંતિમ સંસ્કાર પ્રસંગે યોગદાન પણ અપાયું છે.

*પાણી પરબોની ઉપકારક પ્રવૃત્તિનો સન 1978માં પ્રારંભ અને ત્યારથી અનેક ગામોમાં કે તેમની સીમમાં કે શાળામાં પાણી પરબો ઉનાળાની સીઝનમાં રચવામાં આવે છે.

* જરૂરિયાતવાળાં દર્દીઓને વૈદકિય મદદ આપવાનો સન 1978-79માં પ્રારંભ અને એ પછી બ્લડગ્રુપ નિદાન, હૃદયનાં ઓપરેશન, મગજગાંઠની ફરજરૂપ સારવારની સ્વયંસેવા પણ યોજાઇ. સન 2003માં મુંબઇ ખાતે નિ:શુલ્ક ડાયાબિટિસ કેમ્પ, કાર્ડીયોગ્રામ કેમ્પ તથા 2005માં હિંમતનગરમાં નિ:શુલ્ક કાર્ડીયાક, અસ્થમા અને ડાયાબિટિસ કેમ્પ યોજ્યાં.

*પરસ્પર સંપર્ક એ આ સંસ્થાની મહત્વની પ્રવૃત્તિ છે અને એથીજ સન 1975માં પ્રથમ વખત ’એડ્રેસ ડીરેક્ટરી-સંપર્ક સેતુ’નું પ્રકાશન થયું. આજે આ આવૃત્તિનાં સમયાંતરે આઠ પ્રકાશન(2010) થયાં જે ખૂબ ઉપયોગી નીવડી છે.

*  મુંબઇ, ખેડાવાડાં, પ્રેમપુર, સપ્તેશ્વર, આગલોડ, ઇલોલ, દાવડ, હિંમતનગર, દેરોલ, સાચોદર, બેરણાં, કડોલી વિગેરે સ્થળે સમુહ યજ્ઞોપવિત-લગ્નનાં નવ અવસરોં યોજાયાં.

* શ્રી સ.સા.ઔ બ્ર. સમાજ ટ્રસ્ટ અને શ્રી સર્જન યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે આદરણિય સ્વજન શ્રી પી.કે.જપીની બહુવિધ પ્રવૃત્તિઓ અને નિ:સ્વાર્થ દાન સેવાને સન્માનવાં-અભિનંદવા એક સમારોહનું આયોજન સન 1989માં યોજાયું. આ કાર્યક્રમની ચોખ્ખી ઉપજ શ્રી સ.સા.ઔ બ્ર. સમાજ ટ્રસ્ટને અપાઇ.

* સંસ્થાના સભાસદો, મિત્રો,કાર્યકરો, દાતા અને શુભેચ્છકોના જન્મદિવસ ઉપર સન 1980-81માં અભિનંદન આપવાનો પ્રારંભ થયો અને આજ પર્યંત આ પ્રવૃત્તિ એકધારી સતત ચાલું રહી છે.

* ચક્ષુદાતા-પરિવારને પ્રોત્સાહક અભિનંદન આપવાનો સન 2003-04માં પ્રારંભ.

*આપણને ગર્વ ન થાય, લાભકર્તાને સંકોચ ના થાય એવી સંજીવની-સામાજીક સુરક્ષા યોજનાનો પ્રારંભ સન 2005માં થયો.

* તિથિ, વાર વિગેરે દર્શાવતું પંચાંગ સન 2004 સંવત 2061માં પ્રથમ પ્રગટ થયું અને તે પછી તે નિયમિત પ્રગટ થતું રહ્યું.

* સર્જન-પગથારની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર રચી શકાય, સંસ્થા સંબંધિત દસ્તાવેજો-સામગ્રી સાચવી શકાય એ માટે સન 2005-06માં પ્રવૃત્તિકેન્દ્ર-કાર્યાલય રચાયું.

* સદવિચાર પરિવારના સહયોગમાં હિંમતનગર સિવિલ હોસ્પીટલના દર્દીઓને ભોજનદાન યોજના સન 2007માં શરૂ કરાઇ અને દાતાઓના સહયોગમાં આ યોજના શક્ય બની.

Advertisements

12 Responses to “પગથાર અને સર્જન યુવક સંઘ વિશે..”

 1. બ્લોગજગતમાં સ્વાગત છે. સરસ કામ. અભિનંદન.

 2. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

 3. Archy said

  બ્લોગજગતમાં સ્વાગત છે. સરસ કામ. અભિનંદન.
  +1

 4. Nice to know about E-Pagthar…

  Best Wishes,

  http://yogendu.blogspot.com

 5. kalyani vyas said

  અભિનંદન. પગથારને બ્લોગના સ્વરૂપમાં જોઈને ખુબ આનંદ થયો. સમયની સાથે ચાલવામાં પગથાર અને સર્જન યુવક સંઘ કદાપી પાછળ રહ્યા નથી. ખુબ ખુબ શુભેચ્છા કે પગથાર આમ જ ઊત્ત્રરોત્ત્રર પ્રગતી કરતું રહે.

 6. DHRUV said

  very nic to know about OUR “PAGTHAR”

 7. raval j said

  pagthar nu navu sarjan karva badal abhinadan

 8. Komal Vyas said

  KOMAL V VYAS
  KHUB KHUB ABHINANDAN PAGTHAR NE NET MARFAT MOKALVA BADAL.

 9. bhadresh said

  keep going to connect all our society threw pagthar. Its great work . BHADRESH N. JOAHI AGLOD MP 9974316306

 10. Saurabh Rawal said

  સમાજ મા ખુબ સરશ કામ કરિરહ્યા છો.
  આપનો ખુબખુબ આભાર

  • pagthar said

   PLEASE INTRODUCE YOURSELF FULLY FOR OUR RECORD

     Thanks & Regards, Ashok Joshi +919867253511

 11. i want to send.money for pagthar.and some help for gujrati samaj

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: