e પગથાર

સર્જન યુવક સંઘનું ખાસ કરીને સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનોને સાંકળતું મુખપત્ર

પગથાર – અંક ઓગસ્ટ 2012

Posted by pagthar on ઓગસ્ટ 7, 2012


પગથારઅંક ઓગસ્ટ  2012 << ———જોવાં અહીં ડબલ ક્લીક કરશો….. 

Advertisements

2 Responses to “પગથાર – અંક ઓગસ્ટ 2012”

 1. dhruv007 said

  પાર્વતીજીને મંદિરમાં કેમ બેસાડાય છે શિવજીની પાછળ

  શિવજીના મંદિરમાં તમે જશો એટલે દરેક સૌ પ્રથમ નંદિ આવે છે અને તે પછી છેક છેલ્લે શિવલિંગ પાછળ પાર્વતી માતા બેસેલા નજરે આવે છે. શિવાલયમાં સ્થિત બધી મૂર્તિઓનું એક રહસ્ય છે જો સમજાય તો રિદ્ધિ-સિદ્ધિ સાથે શિવપરિવાર તમારા પર કૃપા કરે છે.

  શિવમંદિરમાં પાર્વતીજીને પાછળ રાખવા માટેની પૌરાણિક માન્યતા છે. એક એવો ઉલ્લેખ છે કે, રામાયણમાં મળતા સંદર્ભ અનુસાર રામજી વ
  નમાં સીતાજીને શોધતા હતા. તેને વિહ્વળ જોઈ શિવજી સાથે વિહાર કરતા પાર્વતીજીને શંકા ગઈ કે આ બ્રહ્મ ન હોઈ શકે. શિવજીની મનાઈ હોવા છત્તા પાર્વતીજી તેની પરિક્ષા કરવા ગયા. રામે તેમને વંદન કર્યા અને પાર્વતીજી ખોટા સાબીત થયા. આ જાણી પાર્વતીજી ઉદાસ થઈ પાછા ફર્યા. શિવજીએ તેની યોગશક્તિથી જાણ્યું કે પાર્વતીજી તો સીતાજીના રૂપમાં ગયા હતા તેથી શિવજીએ તપ માટે થોડું અલગ સ્થાન રાખી દીધું. આ સમયથી આપણે ત્યાં પાર્વતીજીને પાછળ બેસાડવાની વ્યવસ્થા છે. પરંતુ ખરેખર તો શિવમંદિરની પૂરી વ્યવસ્થામાં એક યોગિક સંદેશ છે.

  શિવાલયમાં સ્થિત નંદિ, કાચબો, હનુમાનજી, ગણપતિજી, શિવલિંગ, તેને વિંટળાયેલ સર્પ તથા પાર્વતીજીના સ્થાન અને બધી મૂર્તિઓના પ્રતિકનું જાણીએ તેનું યોગિક રહસ્ય…

  શિવાલયમાં પ્રવેશો એટલે પ્રથમ તમે નંદિના દર્શન કરો છો. એ માણસમાં રહેલા પશુપ્રવૃત્તિનું પ્રતિક છે. નંદિને વૃષભ કહેવામાં આવે છે. જે પુરુષોમાં રહેલા વૃષ્ણનું પ્રતિક છે. યોગ શાસ્ત્ર તો કહે છે કે તમારે શિવ-શક્તિ સુધી પહોંચવું હોય તો તમારી અંદર રહેલી પશુપ્રવૃતિને જાણો. તે વૃષભ પર ચઢીને જ શિવતત્વે પામી શકાય છે.

  નંદિ પછી શિવાલયમાં સ્થિત છે કાચબો. કચ્છપ એ ઈન્દ્રિયનું પ્રતિક છે. કાચબો જે રીતે તેના પર આપત્તિ આવે ત્યારે પોતાનું મુખ અને પગ અંદર લઈ લે છે. એ રીતે માણસે પોતાની ઈન્દ્રિયોને યોગ બળ વડે નિયંત્રિત કરતા આવડવી જોઈએ. પશુ પ્રવૃત્તિને જાણી અને ઈન્દ્રિય નિગ્રહ કરી શકીએ એટલે બીજા બે લાભ તરત જ પ્રાપ્ત થઈ જાય છે. અને એ લાભની કૃપા હોય તો જ આગળ વધી શકાય છે. આ બે લાભ ક્યા તે જાણો.

  નંદિ, કાચબા પછી શિવાલયમાં એક તરફ હનુમાનજી અને બીજી તરફ ગણેશજી રહેલા હોય છે. ઈન્દ્રિયોને તમારા વશમાં કરી લેવાથી હનુમાનજી જેવા ગુણ આવે છે. અને ગણેશજી જેવો વૈભવ પ્રાપ્ત થાય છે. માત્ર ઈન્દ્રિય નિયંત્રણ જ તમને બળવાન બનાવી દે છે. ભય રહિત, સંકટ મુક્ત જીવન આપે છે. રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણપતિ તમને ઈચ્છિત વૈભવની પ્રાપ્તિ કરાવડાવે છે. પણ એ બન્નેના બળે આગળ વધો તો વધારે લાભ થાય છે.

  નંદિ, કાચબો, હનુમાનજી અને ગણેશજી પછી ગર્ભગૃહમાં શિવલિંગ રહેલું છે. યોગિક પ્રક્રિયામાં આગળ વધનાર વ્યક્તિને પછી ભીતરની ખબર પડવા લાગે છે. અંદર એક પ્રકારનો અંધકારમય ઉજાસ દેખાવા લાગે છે. આ જગ્યાએ શિવલિંગ, લિંગનું પ્રતિક પણ છે અને આપણામાં રહેલ શિવતત્વનું પ્રતિક છે. જ્યાં શરીરના ત્રણ વળાંક ભેગા થાય છે, તેને ત્રિકાસ્થિ કહેવામાં આવે છે. આ ત્રિકાસ્થિની જાણ થાય તો ત્યાં નાગ વીંટળાઈને પડેલું શિવતત્વ છે. આ નાગ એટલે યોગિકો કહે છે કે આપણામાં ત્રણ નાડી હોય છે. ઈડા, પિંગળા અને સુષમ્ણા તેમાં સુષમ્ણા બંધ હાલતમાં હોય છે. તે નાગનું પ્રતિક છે. તેમાં જો ઈન્દ્રિય નિગ્રહ (કાચબો) પછી તમે આગળ વધો તો આ શિવતત્વનો ભેટો આપણી અંદર થઈ જાય છે. આ પછી પાર્વતિજી બીરાજમાન છે શું છે તેનું રહસ્ય તે જાણીએ.

  શિવતત્વની ધીરે-ધીરે અનુભૂતિ થવા લાગે પછી, વિંટળાઈ રહેલા સર્પ જેવી સુષમ્ણા તમને આગળ લઈ જાય છે. એ સ્થાન છે પાછળ બિરાજમાન પાર્વતીજી. જેને યોગિક ભાષામાં ત્રિપૂરારિસુંદરી કહેવામાં આવે છે. વિશ્વજનનીનો ભેટો ત્યારે થાય છે. એ પરમ અને ચરમ બિંદુ હોય છે માણસના જીવનમાં કરવા જેવા કામનું. ત્રિપૂરારીસુંદરીનું શરણ મળી ગયા પછી ઉપનિષદ કહે છે તેમ તમારા હૃદય આકાશમાં બિરાજીત પરમબ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે. શિવપરિવાર તમારી સાથે દરેક સમયે રહે છે. પાર્વતીજી યોગમાં પરમ શક્તિનું પ્રતિક છે, શિવ કાળનું પ્રતિક છે. કાળની પરવાનગી વગર શક્તિનું શરણ શક્ય નથી માટે તે પાછળની તરફ બિરાજે છે. માણસ તો તેનો બાળક છે તેને મા સુધી પહોંચવું હોય છે!

  આટલું સમજી લેવાથી અને તેમે જ્યારે મંદિરમાં જાવો ત્યારે તેના આ મતલબને મગજમાં રાખો. ભગવાનું સ્મરણ કરતા રહેશો તો પણ તેમાંથી થોડો ઘણો લાભ તો પ્રાપ્ત થશે. જો યોગ્ય ગુરુ દ્વારા યોગિક પ્રક્રિયાની શિક્ષા લેવામાં આવે તો પછી તમે તમારી ઈચ્છા હોય ત્યાં જઈ શકો છો. તમને કોઈ પ્રકારનું સંકટ આવતું નથી. ભય, ભૂખ કે ભીડ તમને સતાવતા નથી. વિશ્વ જેનું સંશોધન કરી નથી શક્યું તેવા સમય અને શક્તિના તમે જ્ઞાતા થઈ જાવ છો. પણ અનુભવીઓએ તેના અનુભવ ભજનોમાં લખતા ગાયું છે કે પછી વૈભવી ઈચ્છા રહેતી નથી. અંદરનો આનંદ આઠે પોર એટલો થઈ જાય છે કે તમારા માટે પછી તેનાથી વિશેષ દુનિયા રહેતી નથી. સંભોગ કરતા સમયે એક ક્ષણમાટે જેટલો આનંદ થાય છે એ અદમ્ય હોય છે, પણ તેનાથી સો ગણો આનંદ આ વાતને ઓળખી જવાથી થાય છે. વળી, એ પાછો સતત રહે છે.

 2. Raja said

  hi………..wass up…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: