e પગથાર

સર્જન યુવક સંઘનું ખાસ કરીને સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનોને સાંકળતું મુખપત્ર

Archive for ડિસેમ્બર, 2010

પગથાર – અંક જાન્યુઆરી 2011

Posted by pagthar on ડિસેમ્બર 31, 2010

2011નું નવ વર્ષ આપનું સુખમય,  શાંતીમય અને નીરોગી રહે એવી અભ્યર્થના…….. 

પગથારઅંક જાન્યુઆરી 2011 < < ———— << જોવાં અહીં ડબલ ક્લીક કરશો.

Advertisements

Posted in પગથાર - અંક વર્ષ 2011 | Leave a Comment »

ભવ્ય રક્તદાન શિબીર 2 જાન્યુઆરી 2011

Posted by pagthar on ડિસેમ્બર 31, 2010

શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રહ્મોદય સમાજ જ્ઞાતિના, (1) શ્રી વિનોદ કૃપાશંકર ભટ્ટ (2) શ્રી ગજાનન પાઠક (3) શ્રી સુમન ચુનીલાલ ઠાકર (4) સ્વ શ્રી રમણિકલાલ જે. પાઠક (5) સ્વ. ઇન્દ્રવદન વ્યાસ (6) શ્રી સૂર્યકાંત પ્ર. પંડ્યા (7) શ્રી ચંદ્રકાંત દે. જોષી – સાત પરિવારનું સમૂહ એટલે સપ્તર્ષિ સમૂહ.

શ્રીમતી હેમાબેન દક્ષેશ ઠાકર અને જયેશ રમણિકલાલ પંડ્યાને સપ્તર્ષિ પરિવારના સદ્ ગત (1) આનંદીબેન પંડ્યા (2) ઇન્દ્રવદન વ્યાસ (3) કુસુમબેન પાઠક (4) રમણિકલાલ પંડ્યા અને (5) જશુમતી ઠાકરની સ્મૃતિમાં લોકોપયોગી અને સેવાનું કાર્ય કરવાની સ્ફૂરણા થઇ અને એ માટે એમને રક્તદાન શિબિર યોજવાનો ઉમદા વિચાર ઉદભવ્યો. આમાં ભારતિય જનતા પાર્ટી, વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય સેવાભાવી સંસ્થા અને સેવકો અને સમાજ શ્રેષ્ઠીઓ, તબિબો,પ્રબોધન બ્લડ બેંકનો હ્રદયપૂર્વક સાથ મળ્યો.

2011નાં નવવર્ષની શરૂઆતમાં આપ સહુને આ સેવાયજ્ઞમાં સહભાગી થવા સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. વિપુલ પ્રમાણમાં રક્ત ભેગું થાય એ પ્રયાસમાં આપ સહુ સહાયભૂત થશો અને એ રીતે આ કાર્યક્રમ જરૂર સફળ કરશો . સ્થળ ૰ ગંગાબેન જપી હોલૢ રોકડીયા લેન બોરીવલી મુંબ ઇ . તારીખ 2/1/2011 સવારે 8 થી બપોરે 2

Posted in ઘોષણા - જાહેરાત | Leave a Comment »

સ્નેહ સંમેલન અને પૂર્વ ટ્રસ્ટી અભિવાદન કાર્યક્રમ તારીખ 21 નવેમ્બર 2010

Posted by pagthar on ડિસેમ્બર 13, 2010

શ્રી સ.સા.ઔ.બ્ર.સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત, જેમાં શ્રી સત્તાવીસ સાબરકાંઠા નવદુર્ગા મંડળ, શ્રી સર્જન યુવક સંઘ – પગથાર અને શ્રી મહિલા ઉત્કર્ષ મંડળનો સહયોગ સાંપડ્યો હતો એવાં  સ્નેહ સંમેલન અને પૂર્વ ટ્રસ્ટી અભિવાદન કાર્યક્રમ તારીખ 21 નવેમ્બર 2010 ના દિવસે મુંબઇમાં શાંતાબા સભાગૃહ કાંદીવલી ખાતે યોજાયો હતો.

(1) પરમ પૂજનીય કોઠારી શાસ્ત્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીજીના આશીર્વચન એમની અનુપસ્તિથિમાં મળ્યાં.

 (2) નવયુવક શ્રી રાજેશભાઇ નવિનચંદ્ર ઉપાધ્યાય સમારંભ પ્રમુખ  હતાં.

 (3) આપણાં સમાજની ઉચ્ચશિક્ષિત (Techno – bureaucrat) નવી પેઢીનાં પ્રતિનિધિસમાં શ્રી કૃણાલ ચિત્તરંજન વ્યાસ માનાર્હ સ્વજન  હતાં .

(4) કુટુંબવત્સલ, આદ્યાત્મપ્રેમી  શ્રી દેવલ અનિરૂધ્ધભાઇ જોષી સ્વાગતાધ્યક્ષ હતાં.

 (5)  શ્રી સ.સા.ઔ.બ્. સમાજ ટ્રસ્ટનાં વર્તમાન યુવાન ટ્રસ્ટી શ્રી વિનય ઠાકરનું માર્ગદર્શન હતું અને

શ્રી સ.સા.ઔ.બ્. સમાજ ટ્રસ્ટનાં વર્તમાન યુવાન પ્રમુખ શ્રી વિનાયક પંડ્યાનું નેતૃત્વ હતું.

શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રહ્મોદય સમાજ ટ્ર્સ્ટ દ્વારા નૂતન વર્ષે આયોજિત સ્નેહસંમેલનમાં પૂર્વ ટ્રસ્ટી

શ્રી નારાયણદાસ સુખરામ જોષી, શ્રી પ્રિયવદન કૃપાશંકર ભટ્ટ, શ્રી રતિલાલ શિવશંકર પાઠક, શ્રી વિનોદભાઇ કૃપાશંકર ભટ્ટ,

શ્રી સૂર્યકાંત પ્રહલાદજી પંડ્યા, શ્રી ગજાનનભાઇ રમણિકલાલ પાઠક, શ્રી પ્રવિણચંદ્ર ગણપતરામ જોષી, શ્રી વિનાયકભાઇ મણિલાલ મહેતાનું

અભિવાદન આ પ્રસંગે થયેલ.

કાર્યક્ર્મનું સંચાલન ડો. જગદીપ ર. ઉપાધ્યાય અને આશિષ પંડ્યાએ કરેલું.

કાર્યક્ર્મ પછી મજેદાર ભોજનની સુંદર વ્યવસ્થા કેતનભાઇ પંડ્યાના સહયોગમાં થઇ હતી.

આ પ્રસંગના ફોટાઓ નીચે આપેલ ફોટાં પર ડબલ ક્લીક કરવાંથી જોવાં મળશે………

Posted in વિશેષ વ્યક્તિ અભિવાદન, સ્નેહ સંમેલન | 1 Comment »

પગથાર – અંક ડીસેમ્બર 2010

Posted by pagthar on ડિસેમ્બર 6, 2010

પગથાર – અંક ડીસેમ્બર 2010 < < ———— << જોવાં અહીં ડબલ ક્લીક કરશો.

Posted in પગથાર - અંક વર્ષ 2010 | Leave a Comment »